વડોદરાના ફતેપુરમાં નમાજ પછી તોફાનઃ ૩૦ વધુને ઈજા

Tuesday 24th December 2019 06:44 EST
 

વડોદરાઃ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં ફતેપુરા હાથીખાનામાં જુમ્માની નમાજ પછી ૨૦મીએ પ્રાથમિક શાળાની નજીક બાળકોની નજર સામે ટોળાંએ પોલીસ પર હિંસક હુમલો કરતાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે બે રાઉન્ડ ગોળીબાર તેમજ ૩૦થી વધુ ટીયરગેસના સેલ છોડવા પડ્યાં હતા. પથ્થરમારમાં આઠ પોલીસને ઇજા પહોંચી હતી. શહેર બંધનું એલાન અપાયા બાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. બપોરે મસ્જિદમાંથી જુમ્માની નમાજ અદા કરીને બહાર નીકળતા યુવાનોેએ વીડિયોગ્રાફી કરતાં પોલીસને પૂછ્યું કે વીડિયો કેમ લો છો? પછી પોલીસ અને યુવકો વચ્ચે ઝઘડો થતાં પથ્થરમારો શરૂ થયો હતો. છેવટે પોલીસે ગોળીબાર કરીને અને ટીયર ગેસ છોડીને ટોળું વિખેર્યું  હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter